આવકાર !!

સાત દાયકાથી‌‍‍‌
વટવૃક્ષ સમી અડીખમ ઊભી
જીવનભારતી ટીમલીયાવાડમાં
ખીલી ઉઠ્યું છે બાલોદ્યાન
મો. વ . બુનકી બાળભવનના પ્રાંગણમાં
શિક્ષણ, સંસ્કાર અને શિસ્તની
સુવાસ પ્રસરાય વાતાવરણમાં
શિક્ષકરૂપી માળીઓ મંડી પડ્યા છે
પારિજાતક અને ગુલાબના ઉછેરમાં
ગમ્મત સાથે જ્ઞાનનું ભાથું પીરસાય
વિનય, નમ્રતા જેવા ગુણો મળશે શિક્ષણમાં
હદયની ઊર્મિસભર લાગણી થકી
આવકારીએ છીએ બાળપૂષ્પોને
મો. વ.બુનકી જીવનભારતી બાળભવનમાં
— ભાવના ચૌહાણ